જિંદગી
જિંદગી
ઘોઘરી ખોખલી વાંસળી જિંદગી,
ને ગધેડા તરફ છે ઢળી જિંદગી,
હાથણીની અદાઓ રહી તેમની,
તોય રાણી થવા નીકળી જિંદગી,
આમ તો આળસે હોય નંબર પ્રથમ,
લાભ દેખાય તો પીગળી જિંદગી,
બેન થૈ કોલસાની રહી છે સદા,
પાવડર ચોપડી ઊજળી જિંદગી,
થાય 'સાગર' બધે તેમની ખોદણી,
ને નશો ઊતરતાં સાંભળી જિંદગી.
