STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Tragedy Others

4  

Dhanjibhai gadhiya "murali"

Tragedy Others

જીવનની ઘટમાળા

જીવનની ઘટમાળા

1 min
399

જીવનની આ ઘટમાળામાં, હું અટકાઈ રહ્યો છુ

સુખ અને દુઃખના ચક્કરમાં,હું પીસાઈ રહ્યો છુ


ઘરની આ ચાર દિવાલોમાં, હું કેદ થઈ રહ્યો છુ

સવાલોના જવાબ આપવામાં, હું મુંઝાઈ રહ્યો છુ


સ્નેહીજનોનો સાથ લેવામાં, હું ફેંકાઈ રહ્યો છુ

ભૂતકાળની મધુર યાદોમાં, હુ સરકી રહ્યો છુ


હ્રદય ભીતરની વેદનામાં, હું પીડાઈ રહ્યો છુ

નફા અને નુકસાનનો જીવનમાં, હું મેળ કરી રહ્યો છુ


ગમની ઉંડી ગહેરાઈઓમાં, હું ડૂબી રહ્યો છુ

કરેલ કર્મોની યાદ આવતાં,હુ પસ્તાઈ રહ્યો છુ


હે પ્રભુ થાક્યો છુ જીવનમાં, હું વિનવી રહ્યો છુ

"મુરલી" તારા શરણમાં આવી હું શીશ ઝુકાવી રહ્યો છુ


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy