જીવનનાં ટપ્પા
જીવનનાં ટપ્પા
જીવન ચક્રની ગતિ, આજીવન કાળ ચાલ્યા કરે,
ઉંમરના સરવાળા બાદબાકી સદા થયા કરે,
પ્રથમ કાળ શિશુનો, મમત્વ માટે તરસી રહે,
ભૂખ લાગે, તરસ લાગે, માંગે નહી રડ્યા કરે,
મુજ બાળપણની યાદો છે મમતાની પુંજી,
દોડાદોડ કરતો, વાતો ઘરમાં મારી ગુંજી,
મળ્યા ભાઈબંધો મજા ખુબ કરી
ભમ્યા શેરીએ શેરીએ રમતા કેરી,
યુવાનીપણમાં જોયા સપના હજાર,
જ્ઞાન મેળવ્યું, કામ કર્યું, ન બન્યા ભાર,
જીવનસાથી સંગ લીધાં ફેરા સાત
વચન મૃત્યુ સુઘી આપીએ સાથ,
માતા પિતા બનવાનું મળ્યું સુખ
આનંદ નિજામહે થઈ માયાની કુખ,
દરેક કર્મ, બચત, હૈયાના લાડલા માટે
તેનું સુખ જોઈ હૃદયે નિરાંત વાટે,
ગયા વિદેશ પ્રવાસે ભૂલ્યા માતા પિતાને
રહ્યા અમ એકલા, ઉતરતા નિશા કિરણે.
