STORYMIRROR

Patel Padmaxi

Classics Inspirational

3  

Patel Padmaxi

Classics Inspirational

જીવન પતંગ

જીવન પતંગ

1 min
434


જીવન પતંગ બની પતંગ હદયોને આનંદથી ભરી દેવું છે,

ભલે લૂટાવું પડે પ્રસન્નતાનું ઝરણું ધરી દેવું છે.


કપાય જવું પડે ને નેસ્તો નાબૂદ થાય આ હસ્તી,

ખુશીથી ભરવા જીવનોને ખુદને સમર્પિત કરી દેવું છે.


પવનનો વેગ છોને ખેંચે આમ તેમ,ફંગોળે અસ્તિત્વને,

ઉડાન પામી એક ઉચ્ચ સ્નેહે વિસ્તરી દેવું છે.


છે દોરી આ શ્વાસ તણી સર્જનહારના હાથમહીં,

જેટલી હોય લંબાઈ તેટલા ઉલ્લાસે ઝરી દેવું છે.


થઈને હરહંમેશ પ્રેમનો પતંગ,બનીને પ્રિતની દોર,

મનગમતા હાથોમાં જીવનને પૂર્ણ કરી દેવું છે.



Rate this content
Log in

Similar gujarati poem from Classics