જીકે અંતાક્ષરી 39
જીકે અંતાક્ષરી 39
(૧૧પ)
ડોલ્ફિન, હરણ ને હાથી,
રક્ષિત છે તે સુંદરવન;
હરિયાણાનું સુલતાનપુર,
પક્ષીઓનું રક્ષિત વતન.
(૧૧૬)
નીલગાય, ચિત્તો, સફેદ વાઘ,
બાંધવગઢ ઉદ્યાનમાં રહે;
કેરલના પેરિયાર વનમાં,
હાથી, વાઘ નિર્ભયતા ગ્રહે.
(૧૧૭)
હરણ, ભેંસ ને ગેંડો, હાથી,
રક્ષિત અસમનું કાઝીરંગા;
કબૂતર કે કાળાં સસલાંને,
મારી શકે ન અબોહરે લફંગા.
(ક્રમશ:)
