STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 33

જીકે અંતાક્ષરી 33

1 min
383

(૯૭)

લાલાને પ્રિય યમુના નદી,

જમ્નોત્રી છે ઉદ્ભવસ્થાન;

તેરસો એંશી કિમી લંબાઈ,

મળી ગંગામાં વધુ મેળવે માન.


(૯૮)

નર્મદા નદી આનંદ દેનારી,

અમરકંટક ડુંગર જન્મદાતા;

કૂદકા મારતી ‘રેવા’ કહેવાય,

નીર ખંભાતના અખાતમાં સમાતાં.


(૯૯)

તાપી સાતપુડા પરના,

મુલતાઈ સરોવરમાંથી વહે;

સુરત પાસે અરબસાગરમાં,

ખંભાતના અખાતને મળી રહે.


   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy