જીકે અંતાક્ષરી 26
જીકે અંતાક્ષરી 26
(૭૬)
લખનૌ છે ઉત્તરપ્રદેશની,
પટણા બિહારની રાજધાની;
ગોવાની રાજધાની પણજી,
અગરતલા છે ત્રિપુરાની.
(૭૭)
નાગાલેન્ડની કોહિમા,
અસમની રાજધાની દિસપુર;
રાજધાની ગંગટોક સિક્કિમની,
છત્તીસગઢની છે રાયપુર.
(૭૮)
રાજસ્થાનની છે જયપુર,
અરુણાચલની ઈટાનગર;
મેઘાલયની રાજધાની શિલોંગ,
ઓરિસ્સાની ભુવનેશ્વર.
(ક્રમશ:)
