STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 23

જીકે અંતાક્ષરી 23

1 min
433

(૬૭)

યાદ કરાવે સત્યનો મહિમા,

‘સત્યમેવ જયતે’ મુદ્રાલેખ;

હિન્દી છે દેશની રાષ્ટ્રભાષા,

બોલે તે ભાષા કરોડો મનેખ.


(૬૮)

ખુશ કરે નિજ કળા દેખાડી,

તે છે રાષ્ટ્રીય પક્ષી મોર;

વાઘ છે રાષ્ટ્રીય પ્રાણી,

જંગલમાં તેનો અનોખો તોર.


(૬૯)

રાષ્ટ્રીય ફૂલ કમળ છે,

કાદવમાં ખીલે તોય ઝાઝું માન;

દિલ્હી દેશનું પાટનગર,

દેશની ગણાય છે મોટી શાન.


   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy