જીકે અંતાક્ષરી 21
જીકે અંતાક્ષરી 21
(૬૧)
રાજ્ય તેનું કેરલ ગણાય,
કથકલી નૃત્યનો સંગાથ;
લોકોને ખૂબ જકડી રાખે,
આનંદ શિવરામ ને ગોપીનાથ.
(૬ર)
થૈ થૈ થાય ભરતનાટયમ્,
તમિલનાડુમાં જામે યામિની;
પ્રસિદ્ઘિ પામેલ આ નૃત્યથી,
અંજલિ મેઢ ને હેમામાલિની.
(૬૩)
ન તેનું કોઈ રાજ્ય એક,
ઉત્તરભારતમાં થાય કથક;
આશા પારેખ, લચ્છુ મહારાજ,
પ્રસિદ્ઘ થયેલ તેમાં બેશક.
(ક્રમશ:)
