ઝરૂખાની વેદના
ઝરૂખાની વેદના
પિયુની વાટમાં ઊભી નજર ઢાળીને,
પ્રિયાની વેદનાનો સાક્ષી બન્યો ઝરૂખો,
થઈ રાત્રિ અને ઊગ્યો છે ચંદરવો,
પ્રિયાનાં આંસુઓથી પલળ્યો ઝરૂખો,
પિયુ મિલનની ઝંખના કેવી વધી ?
પ્રિયાનાં દર્દથી આજે તડપ્યો ઝરૂખો,
સોનાની દ્વારિકા અને ઝરૂખે ઊભાં કેશવ,
રાધાનાં વિરહમાં આજે રડ્યો ઝરૂખો,
પારાવાર પીડા અને ધરબી દીધાં સોણલાં,
અનેક ઝંઝાવાતો સામે લડ્યો ઝરૂખો,
શાંત ઝરૂખાને જાણે કે વાચા ફૂટી છે,
માનવની ભાષામાં બોલ્યો ઝરૂખો,
ઝરૂખાની વેદના અને ઝરૂખાનાં દર્દને,
કવિઓ અને શાયરોએ લખ્યો ઝરૂખો.