કરામત
કરામત
વાસ્તવિકતાની ક્યાં કોઈને ખબર પણ હતી,
એમની કામણગારી આંખોમાં જ કરામત હતી.
લાખ યત્નો છતાંયે આઝાદ ના થઇ શક્યો,
મેં શોધી પરંતુ ક્યાંય છટકબારી ન હતી.
આખરે કેદ થઈ રહી ગયો એ મહીં,
પાખડીઓથી અધિક ભ્રમરને મહેક પ્યારી હતી.
દિલનાં દરવાજે ભીડ કંઈ એવી જામી હતી,
મહેફિલમાં લાગણીઓ જે હતી અનુરાગી હતી.
અમાનત છે એમની, દિલ આપીને ગયા છે એ,
જોયું તો ધડકનો મારા નામની સંતાયેલી હતી.
હા કે ના ની ખબર એ રીતે પડી ગઈ મને,
હોંઠો પર સ્મિતને આંખો શરમથી ઝુકેલી હતી.
મંઝિલ પ્રણયમાં મળે કે ના મળે "ઉદય"
જીવનની રાહો ફૂલોથી શણગારેલી હતી.

