STORYMIRROR

Uday Sarvaiya

Others

4  

Uday Sarvaiya

Others

શું કહું

શું કહું

1 min
420

શું કહું ! ક્યાં લઈ જાય છે એ,

એમની યાદો એમની પાસે લઈ જાય છે,


છે ચુંબકીય અસર હજુયે એ આંખોમાં,

નહીં તો શિદને આવે એ ખ્વાબોમાં,

અતીતમાં સંઘરાયેલા પુરાવાને શોધવાને,

મારી આજ મને કાલ તરફ લઈ જાય છે.


વ્યથાઓ સઘળી શબ્દોમાં વર્ણવી ક્યાંથી શકું ? 

એમનાં દીધેલાં દર્દોને દિલથી જુદા કેમ કરી શકું ? 

ભીતરમાં સળગતી રહેતી આગને ઠારવાને માટે,

લાગણીઓ આંસુઓને આંખો સુધી લઈ જાય છે.


વિચારોનાં વમળમાં ફસાઈને રહીં ગઈ જીવન નૌકા,

મઝધારમાં ન કોઈ સાથ ન કોઈ સંગાથી,

તન્હાઈએ સર્જેલા શબ્દોનાં દ્વંદ્વો 'ઉદય'

આખરે મૌનના કિનારા સુધી લઈ જાય છે.


Rate this content
Log in