STORYMIRROR

Uday Sarvaiya

Tragedy

4  

Uday Sarvaiya

Tragedy

ઝરૂખો

ઝરૂખો

1 min
221

એમની યાદ આવેને, યાદ આવે છે ઝરૂખો,

મારી ઝૂંપડીની સામેના મહેલમાં છે જે ઝરૂખો.


વરસો પહેલાંની વાત છે, પહેલાં પ્યારની વાત છે,

નજરથી નજર મળી'તી, એ નજરોની વાત છે;

એજ શહેર,એજ ગલી,એજ મોડ પર,

હું નેં મારી સામે છે એ સુમસામ ઝરૂખો.


દિલની સુની વાદિયોમા યાદોંની આંધીઓ રહે,

ભગ્ન ઊર્મીઓનો સાગર આંખોથી અવિરત વહે;

એકલતાના ઝેર ભરેલાં જીવનને જીવવા માટે,

નજર સમક્ષ છોડીને ગયા છે એજ ઝરૂખો.


નિજ સ્વાર્થને મજબુરીનુ નામ આપીને,

એ ગયા છે ભોળુભાલુ દિલ તોડીને,

ઝખ્મોને યાદો રહે છે સલામત અમારે ઘરે,

પલ પલ યાદી કરાવે છે એજ ઝરૂખો.


સ્મૃતિપટ પર એ સંભારણા રહે કાયમ,

કોઈ રહે ના રહે જગતમાં પ્રેમ રહેશે કાયમ,

આટલી વિનંતી છે "ઉદયની" તુજને એ ખુદા,

મારી કબરની સામે હોય એજ ઝરૂખો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy