સાથે ચાલીએ
સાથે ચાલીએ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
પકડી એકમેકનો હાથ સાથે ચાલીએ,
આજીવન મળે સાથ સાથે ચાલીએ.
નથી આગળ કે પાછળ ચાલવું આપણે,
ચાહે હોય દુઃખભરી રાત સાથે ચાલીએ.
અગ્નિની સાક્ષીએ આપણે લીધાં હતાં ફેરા,
નીભાવવા આપણે વચનો સાત સાથે ચાલીએ.
ખુશી એકબીજાંને આપવા મથતાં રહ્યાં,
ઝળહળાવી છે આપણે જાત સાથે ચાલીએ.
સાથે બનીને પરિવાર બાગ મહેકાવ્યો,
પડી બાળકોનાં પગલાંની ભાત સાથે ચાલીએ.