STORYMIRROR

Pranav Kava

Abstract Fantasy Others

3  

Pranav Kava

Abstract Fantasy Others

ઝરણું

ઝરણું

1 min
491

આંખ મીંચાઈ ત્યાં આવ્યું સપનું,

કેવું હતુંં એ વહેતું ઝરણું,


વૃક્ષોની વેલી ને પહાડોની સુંદરતા,

ધરતીને બાથ ભીડતું વહેતું ઝરણું,


પથ્થરોને મિત્ર બનાવતુંં,

પારદર્શક સૂર્યના કિરણો ઝીલતુંં,

સુવર્ણની રેત સાથે વહેતું ઝરણું,


પક્ષીઓના કલરવ સાથે,

શીતળ પવનના ટહેલવાથી,

સુમધુર સંગીત સાથે વહેતુંં ઝરણું,


નાવિકના નાવને જાણે,

માતૃ પિતૃ ના પડછાયાથી,

હસતુંં રમતુંં આ વહેતું ઝરણું,


'પ્રણવની કલમ'ને સાથ નાવિકનો,

કલમ ઉપાડીને અક્ષરનો,

કાવ્ય તણું વહેતું ઝરણું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract