ઝાકળ બિંદુ
ઝાકળ બિંદુ


સાગર પારથી શરદ વાયુ વાયા,
ઝાકળ ભીના કરી વન બાગ પાયા,
ઊગમણા સૂરજના તેજ વધાવવા,
હેમંતના શીત જળ ઝાકરી ધાવવા,
ટપક્યા શ્વેત નીર બની આરસ બિંદુ,
મલકાયા નીરખી શબનમ સોમ ઈંદુ,
પીધે ધરાયા જયાં પર્ણ પુષ્પ શાખા,
ટપક્યા ધન ધરામૃત ધરણી વિશાખા,
સંધ્યા નિશા પ્રભાત સત્સંગ સાંધી,
તેજ અજવાળે ગમન લક્ષ બાંધી,
નભ ઊડ્યા મોતી જોયા કોઈએ,
ઓસ તુષાર પાડ્યા નામ ફોઈએ,
સાગર પારથી શરદ વાયુ વાયા,
ઝાકળ બિંદુ શ્વેત કોમળ સૂક્ષ્મ કાયા.