STORYMIRROR

Drsatyam Barot

Children

3  

Drsatyam Barot

Children

ઝાડવું (ગીત)

ઝાડવું (ગીત)

1 min
13.8K



ઝાડવું જાણે એવું ખીલતું,

બાળક માતા સાથે હસતું,

ડાળી ડાળી મા નો ખોળો,

હસતાં હસતાં કેવું રમતું,


બાળકને ખુશ કરવા માટે,

વારંવારે નીચું નમતું,

રંગબિરંગી ફૂલો આપી,

મીઠા મીઠા ફળ પણ ધરતું,


ઠંડી, તડકો, વર્ષા વેઠી,

ખોળો એનો સુખથી ભરતું,

બાળકની ઇચ્છાઓ જેવું,

બાળક સાથે બાળક બનતું,


મીઠી મીઠી કિલકારીથી,

આખેઆખ્ખું મલકી ઉઠતું,

મૂળસોતુ એ અમૃત ઝરતું,

માટે ઝાડવું સૌને ગમતું.


Rate this content
Log in

Similar gujarati poem from Children