જગતનો તાત
જગતનો તાત




જો મોરલો કેવો ટહુક્યો
આજ થોડો હું મલક્યો
દોટ મૂકી ખેતર ભણી
નજર ઘનઘોર વાદળ તણી,
વાવણી કરી ...કાપણી કરી
ખાતર નાખી થોડી જાળવણી કરી,
બસ હવે વરસે અનરાધાર
એક જ મારો હવે આધાર,
ભૂખ્યું ના રહે કોઈ એક જ વાત
કહે છે આ જગતનો તાત,
ઘઉં ચોખા બાજરીની જાત
કાકડી ટામેટા ને રીંગણની ભાત,
તાજા શાકભાજી ને ઊંચી અનાજની જાત
બસ આજ મુખ્ય વાત,
કહે છે આજે જગત નો તાત.