જાનવર
જાનવર
કુદરતે જીવ સૃષ્ટિમાં કર્યા, અનેકાનેક પ્રાવધાન છે,
જીવ સૃષ્ટિમાં, જાનવરનું એક અલગથી સ્થાન છે
મનુષ્યને જાનવર માટે હોય છે, અલગથી પ્રેમ અને હમદર્દી
તો જાનવર પણ, મનુષ્ય જાત સાથે સ્નેહનું કરે આદાન પ્રદાન છે,
કેટલાક જાનવર હોય છે શાકાહારી જે ફળ, ફૂલ, પાંદડા પર રહે છે નિર્ભર
તો કેટલાક માંસાહારી જાનવર, શિકાર કરીને કરે પોતાનું ગુજરાન છે,
કૂતરા, બિલાડી જેવા જાનવરોને, ઘણા લોકો રાખે છે પોતાના ઘરમાં,
પાલતું જાનવરોનું ઘણા ઘરોમાં, ઘરના સભ્ય જેવું જ સ્થાન છે,
જાનવરોનું જતન હોય છે, મનુષ્ય જાતથી થોડુંક અલગ રીતે,
એટલે જ જાનવરોના ડોકટરનું, થોડુંક અલગથી વિજ્ઞાન છે,
જાનવરો સાથે, આપણો વ્યવહાર હંમેશ હોવોજોઈએ, સદભાવવાળો,
જાનવરોના જજબાતની રાખો કાળજી, આખરે તો, જાનવર બેજુબાન છે,
જાનવરની જાત તો, મનુષ્યને છે કેટકેટલી રીતેઉપયોગી
પવિત્ર ગાય ને તો હિંદુ ધર્મમાં અપાયુ માનું સન્માન છે,
વિકૃત શિકારના શોખ અંગે, મનુષ્ય જાતિએ નથી જાળવ્યું પ્રમાણભાન,
ઘણી જાનવરની જાતને બચાવવું ‘સૌરભ’, એ પણ હવે આહવાન છે.
