STORYMIRROR

Sangita Dattani

Fantasy Children

3  

Sangita Dattani

Fantasy Children

જાદુનગરી

જાદુનગરી

1 min
156

કહે જાદુગર આ ભરસભામાં 

જુઓ કમાલ જાદુનો ભારી,


પળમાં બનાવું બાળકો 

બધાંને પ્રાણીઓ,

ડરશો નહીં કોઈ

બાળકો મીઠું મલકીને કરે

ગડગડાટ તાળીઓ કેરો,


મોઢામાં આંગળાં નાંખી

ચતુર નર નાર કરે વિચાર,


ચકુ મકુને પોપટ બનાવ્યા,

મીઠું બોલે પોપટભાઈ,


મેરી પૂર્વીને ઢેલ બનાવી,

થનગનાટ કરે કેવો ભારી,


સોહમને બનાવ્યો સિંહ,

ગર્જના કરે ભયાનક.


સોનલને બનાવી સિંહણ,

ડાહ્યાં થયા વનરાજ સિંહણ

ભાળી,


પોપટ ફોડે તોપ મોટી 

ભડાકો કરે ભારી,

કોથળામાંથી બિલાડું કાઢે,

અચરજ પામે લોકો,


કરવત લઈને કાપે માનવી

તોયે સાજો કરી બતાવે,


સુંદરનગરી કેવી જાદુથી

સજાવી,

લોકો પામ્યા નવાઈ

કમાલ જાદુનગરી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy