STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

ઈશ્વરની ગતિ છે ખૂબ ન્યારી

ઈશ્વરની ગતિ છે ખૂબ ન્યારી

1 min
5

ચાલતી નથી કોઈની હોશિયારી,

ઈશ્વરની ગતિ છે ખૂબ ન્યારી,


માનવી કેટલાય ઉધામા કરે જીવનમાં,

પણ ફાવતી નથી કોઈની કારી !


આજે હોય દુઃખી એ કાલે થાય સુખી,

વારા પછી આવે છે સૌની અહીં વારી,


સઘળું છોડી દે તું એના ઉપર,

એની કૃપા હોય છે સદા ન્યારી,


એ ચાહે તો બાગ ઉજ્જડ બને,

બંજર જમીન બને ફૂલવારી,


નરસિંહ મહેતાની એણે હૂંડી સ્વીકારી,

ભક્તોને ક્યાં પડવા દે છે તકલીફ જરી !


પાર કરવા આ સંસાર સાગર,

પવિત્ર દિલથી નામ લે તું એનું સ્મરી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract