હુતુતુની ઋતુ કે હું અને તુંની ઋતુ
હુતુતુની ઋતુ કે હું અને તુંની ઋતુ
ઋતુચક્રમાં સહુથી મસ્ત ઋતુ, ચોમાસાનું અલગ આસ્વાદ છે,
તપ્ત ધરતીની તડપ સંતોષવા પધારે વરસાદ છે,
ચોમાસાના વરસાદમાં, કલ્પના શક્તિને મળે છે ચાર ચાંદ,
કવિગણ ચોમાસાના વરસાદને આપે દિલથી દાદ છે,
ચોમાસાના વરસાદમાં પ્રેમી પંખીડાનું હૈયું નથી રહેતું હાથમાં,
વિરહમાં તડપતા પ્રેમીઓ વચ્ચે ઉન્માદભર્યા સંવાદ છે,
પોતાના ખૂન પસીનાથી ખેતર ખેડતા ખેડૂતનો હોય છે સાદ વરસાદ માટે,
ચોમાસાનો વરસે જો સરસ વરસાદ તો જ ધરતીપુત્ર આબાદ છે,
ઉમરને અનુરૂપ મઝા હોય છે ચોમાસાના વરસાદની,
વરસાદ તો હોય છે એ જ, પણ ઉમર પ્રમાણે વરસાદનો સ્વાદ છે,
ચોમાસામાં વરસાદ પછી અલગ અલગ રંગથી બનતા મેઘધનુષનો છે સંદેશ,
વિવિધતામાં હોય જ્યારે એકતા, ત્યારે વસ્તુ બને એવી કે જેના માટે સહુને નાદ છે.