STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

હોળી – જિંદગીનાં રંગ

હોળી – જિંદગીનાં રંગ

1 min
206

રંગ, પ્રેમ, આનંદ, ઉત્સવ અને ઠઠ્ઠા મશ્કરીનો આ મસ્ત તહેવાર છે,

‘બૂરા ના માનો હોલી હૈ’ કહીને સંભળાવી દેવાનો વહેવાર છે,


હોળી તહેવાર છે વસંતના વધામણા કરવાની અનોખી રીત,

પ્રકૃતિની સુંદર સાનિધ્યને મહેકાવતી, બહેકાવતી પોકાર છે,


હોળી તહેવાર છે ધાર્મિકતા, સંસ્કૃતિ અને બોધપાઠથી છલોછલ,

હોળીનો તહેવાર પ્રતીત કરાવે આપણા સંસ્કાર છે,


તું રંગાઈ જા ને રંગમાં, સીતા-રામ તણા સત્સંગમાં,

હોળીનો તહેવાર પરમાત્માના પ્રતીતિ માટેનો દ્વાર છે,


બીબાઢાળ બનતી જાતી હોય છે જિંદગી જ્યારે

હોળીનો ઉત્સવ ત્યારે, જીવનમાં લાવે બહાર છે,


કોરોનાના આ કપરા કાળમાં ભલે ન મનાવી શકીએ રંગોત્સવ,

પિચકારીમાં શબ્દો ભરી રમવા માટે, ‘સ્ટોરી મિરર’નું આંગણું સદાબહાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract