હળવા થવાની દવા – હાસ્ય
હળવા થવાની દવા – હાસ્ય
હાસ્ય માત્ર, માનવજાતને મળેલું, કુદરતનું વરદાન છે,
હસો અને હસાવતા રહો તો, જિંદગી ખૂબ મસ્તાન છે,
સાગઠીયા મોઢું કરીને ફરતા લોકોથી, દૂર ભાગે છે, લોકો
હાસ્યસભર વ્યક્તિત્વ તો, ચુંબક સમાન છે,
હાસ્ય જ રાખે છે, જિંદગી હળવી ફૂલ
બોજલ બનતી જતી જિંદગીનું, હાસ્ય સમાધાન છે,
લાફ્ટર થેરાપી અને વર્ગ છે, એમની જગ્યાએ
બાકી દિલથી કરાતું હાસ્ય, જિંદગીનું રસપાન છે,
અન્યની ખામીઓ પર હસવું, એ નથી સાચું હાસ્ય
સાચું હાસ્ય તો, પોતાની જાત પર હસવા શક્તિમાન છે,
હાસ્ય આપણને બનાવે છે, જીવંત, ઊર્જાવાન અને સર્જનાત્મક
હાસ્ય થકી તો, જીવન બને જાજરમાન છે,
હાસ્યનું સરનામું તો છે, બધાના નાકની નીચે જ
ક્યાંય નથી જવું પડતું, કુદરતે આપ્યું હાથવગું સ્થાન છે.
