હિમાલય
હિમાલય


પૂરે વિશ્વે, ધવલ શિખરે, શૈલ ઊંચો હિમાદ્રિ
ઊંચો આલી, હિમગિરિ થકી, દેશ શોભે રુપેરો,
ભોળો ધોળો, જગત ભરમાં, શાન કીર્તિ અપાવે
શીર્ષ સ્થાને, નગ ખડક છે, શીત જામે રૂપાળો,
કિલ્લેબંધી, અટલ કરતો, ઊપરે ઠેઠ બેસી
ઊત્તરે તે, રક્ષણ કરતો, તે શત્રુ જોઈ ભાગે,
બ્રહ્મપૂત્રા, ચરણ ઊતરે, માન કાસાર તીરે
ગંગોત્રીથી, સરિત સરકી, માત ગંગા શીરે,
ઊંચા ઊભા, બરફ બનવા, હીમ ગીરી નગેશે
ઠંડા ઠંડા, નગ પરવતે, જ્યોત જેવા સફેદે,
લીલા લીલા, નગપતિ તરૂ, વૃક્ષ તાજા અનેકો
કોષાગારે, અતિશય મળે, દ્રુમ ઝાડે ખજાનો,
પૂરે વિશ્વે, ધવલ શિખરે, શૈલ ઊંચો હિમાદ્રિ
ગોત્રે હીમા, લય વલયથી, તુંગ શીલા સજાવે.