હાથીનો અવતાર
હાથીનો અવતાર
ચલ, મોટું, થઈ જા તૈયાર,
લોકો બધાં કહેશે તને હાથીનો અવતાર,
ખાવું મારે અધમણ જેટલું,
નહીં વિચારવું શરીર માટે.
વધુ હું દિવસે ને રાતે,
નહીં મુસીબતનો આવે પાર,
કર્યું મનોમંથન અહીં,
થઈ જાઉં પાતળો મસલવાળો.
પહોંચી ગયો જીમમાં ને,
કરી આકરી મહેનત સાથે,
કસરતનો નહીં આવે પાર,
આખરે મહેનત મારી લાવી રંગ,
બની ગયો હું મજબૂત મસલવાળો,
દુનિયા બદલાઈ ગઈ મારી, કુસ્તીનો જંગ લડી,
હવે હું નથી હાથીનો અવતાર,
છોડી દીધાં બધાં વિચાર.
મેળવીને ગોલ્ડ મેડલ,
જીતી લીધી લડાઈ જીવનની,
ચલ, મોટું, થઈ જા તૈયાર,
લોકો બધાં કહેશે તને હાથીનો અવતાર.
