ગુરુની શરણાગતિ
ગુરુની શરણાગતિ
ગુરુ ચરણમાં હૈયું સોંપી,
ભક્તિ મારગ જાજો રે..
ગુરુમાં સાચી નિષ્ઠા રાખી,
શિષ્ય પાકા થાજો રે,
સોનલવરણી કાયા તમારી,
ગુરુ ચરણમાં ધરજો રે.
ગુરુવર કાજે હૈયા માંહે,
શ્રદ્ધા અવિચળ ભરજો રે,
ગુરુવાણી સરવાણી ઝીલજો,
ઝીલીને પાવન થાજો રે.
સંત સમાગમ કરતાં રહીને,
સંસારે સંચરજો રે,
ગુરુજી કેરો હાથ ઝાલીને,
ભવસાગર તરી જાજો રે.
મનમંદિરમાં ગુરુચરણની,
રજને સ્થાપી દેજો રે.
