STORYMIRROR

Shweta Patel

Abstract Inspirational Others

4  

Shweta Patel

Abstract Inspirational Others

ગુરુ મહિમા

ગુરુ મહિમા

1 min
350

કૂવામાં બેઠેલાં દેડકાં અમે,

પ્રકાશ ઉજાગર કરો તમે,

માર્ગ ભૂલેલા બાળ અમે,

રાહ ચીંધી લાવો તમે,


ગોખ્યું જ્ઞાન લઈએ અમે,

સાચું જ્ઞાન આપવો તમે,

સાચા ખોટાની ખબર નહિ,

ભટકેલાની દિશા તમે,


ઠોકર વાગે બહુ અમને,

દિલાસો આપો જીતનો તમે,

નકરા અવગુણ ભરેલ અમે,

સતગુણની ગંગા તમે,


દુર્વ્યવહારની વાટે અમે,

તોય હાથ પકડનાર તમે,

માતપિતા તો જન્મારો દેનાર,

જનમ સુધારનાર જ્ઞાની તમે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract