મારે સીતા નથી બનવું રે !
મારે સીતા નથી બનવું રે !
1 min
404
મારે સીતા નથી બનવું રે !
રામની મૂડી નથી બનવું રે,
મર્યાદામાં નથી જકડાવું,
અગ્નિપરીક્ષા કેમે પાર પડે,
મારે સીતા નથી બનવું રે !
મારે રાધા થઈને રહેવું રે,
કૃષ્ણ સંગ રાસલીલા રે,
શૃંગાર ભક્તિએ રેલાવું રે,
કાનજી જોડે ન હોય તોય,
મારે રાધા જ બનવું રે !
દેવી થઈ નથી પૂજાવું રે,
વનવાસ કેમેય સહન થાય ?
વિરહ કરું તો શ્યામનો કરું,
ભોગવિલાસ તો એકેયને નથી,
રામે તો નાહક શંકા કરી રે !
શ્યામ દ્વારિકા જઈ વસ્યા રે,
ને રામે વનવાસ સ્વીકાર્યો રે,
વેદના તો માતા સીતા હતી,
ને ભારોભાર રાધા ને રે !
મારે સીતા નથી બનવું રે !
