Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shweta Patel

Abstract Inspirational Children

4  

Shweta Patel

Abstract Inspirational Children

રવિવાર

રવિવાર

1 min
335


ઊગતો નવો દિવસ આજ,

શાંતિ સાથે ઊઠાશે આજ,

બેડમાં ચા મળશે આજ,

આજનો દિવસ રવિવાર !


આરામ ફરમાવતો વાર,

દાળ ઢોકળી ખાવાનો વાર,

બપોરે મૂવી જોવાનો વાર,

આજનો દિવસ રવિવાર !


સાંજે લટાર મારવાનો વાર,

ભાઈબંધને મળવાનો વાર,

મમ્મીનું માથું ખાવાનો વાર,

આજનો દિવસ રવિવાર !


પપ્પા જોડે બેસવાનો વાર,

ભાઈને ભાષણ આપવાનો વાર,

બેનને ચિડવવાનો વાર,

આજનો દિવસ રવિવાર !


આખા વિકનો આરામ આજ,

ફેમિલી સાથે વીતતો આજ,

ઘરે મહેમાન આવતાં આજ,

આજનો દિવસ રવિવાર !


ખુશહાલી લઈને આવતો વાર,

થાક ઉતરી જતો આજ,

એનર્જી લઈને આવતો વાર,

આજનો દિવસ રવિવાર !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract