STORYMIRROR

Shweta Patel

Abstract Romance

4  

Shweta Patel

Abstract Romance

હું અને તું

હું અને તું

1 min
291

હું કુંવરી બનીને આવું, તું રાજાની જેમ મને વરજે !

હું એક નદી બનીને વહુ, તું સાગરની માફક મને મળજે !


હું ઓઢણી ઓઢું તારા નામની, તું સિંદૂર થઈને મને મળજે !

હું મીંચેલી આંખે તને જોઉં, તું સપનું બનીને આવજે !


હું વેરાન રણની રેતી, તું વરસાદ થઈને વરસજે !

હું આનંદની લહેરખી નાનકડી, તું ખુશીનો અંબાર રચજે !


હું તારા વગર કંઈ નહીં, તું પગલે પગલે ચાલજે !

હું એકલી ના થઈ જાઉં, તું સાથ મારો આપજે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract