STORYMIRROR

Parag Pandya

Comedy Romance Fantasy

2  

Parag Pandya

Comedy Romance Fantasy

ગોલુ- મોલુ

ગોલુ- મોલુ

1 min
62

માસીઓ મારે નૈન મટક્કા, ને શરમના પડે શેરડા;

બસ તું હાથ મૂક કમર પર પછી જો મારા ઠૂમકા !


જતા આંખ મિચકારી-- તો પૂછ્યું હવે ક્યારે મળીશું ?

જરૂર ક્યાં ? બોલી એ - દિલના ખૂણામાં તને રાખીશું !


પથ્થર મારે તો ના પણ વાગે ને વાગે તો ઘા પડે નાનોસો,

મારે એ આંખ તો વાગે ને વાગે તો જખમ ના સહેવાય !


થાય છે ભારથી પ્રતીક્ષાના પાંપણ પણ વજનદાર,

ક્યારે તું આવે ને એ થાય હલકી વરસી અનરાધાર !


હવે તને ઉપાડવાનું મન તો મને પણ થાય ને ગોલુ મોલુ,

પણ ભારેખમ તું એટલી ક્યાંક પડી જાય જો ગોલુ મોલુ !


છોડીને જ જાવ છો તો હવે મળો તો ઝપ્પી ના આપતા,

કેમકે તમે જલ્દી છૂટવા મથશો ને હું તમને છોડી નહીં શકું !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy