STORYMIRROR

Nisha Shah

Horror Thriller

3  

Nisha Shah

Horror Thriller

ગોઝારી મહેંદી

ગોઝારી મહેંદી

1 min
952

મહેંદીભર્યા હાથને કોની નજર લાગી!

જેનું નામ ચીતર્યું,ભૂત બની આવ્યો!


આજ દુલ્હનની મહેંદી પીખાઈ ગઈ.

કોડભરી કન્યા, ફાટી આંખે જોઈ રહી.


મહેંદીભર્યા હાથને કોની નજર લાગી!

હથેળીમાં ભૂતની છાયા છવાઈ ગઈ? 


મહેંદીનો લાલ રંગ ચડ્યો નથી ત્યાં,

કાળો જાદુ આ કોણે કર્યો કે નજરાઈ,


ગઈ કાળા ધોળા રંગમાં ફેરવાઈ ગઈ !

જોઈને છળી મરી છોગાળી એ છોરી,


શું પીયાનાં ભૂતે મહેંદી ભરખી લીધી!

કે મહેંદી જ પ્રિયતમને ભરખી ગઈ!


કાળનો ઝપાટો દુલ્હા પર લાગ્યો ને,

કોમળ હાથની મહેંદી ગોઝારી બની !


Rate this content
Log in

Similar gujarati poem from Horror