STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Thriller

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Thriller

ઘડવૈયા ની શોધમાં

ઘડવૈયા ની શોધમાં

1 min
27.2K


પત્થર બની ભટકતો ઘડવૈયાની શોધમાં.........

પછડાઈ ને પડતો અણઘડ બની રોષમાં..........!!

એષણાઓના અંબારે ને અહંકારના ઓથમાં.....

જગાડે કોઈ ઈચ્છતો મારી ને બે અડ્બોથમાં.....!!


અમથો અમથો જ ભેરવાયો મંદિરોની બોડમાં......

ને પૂજાયો પરમાત્મા બની અજ્ઞાનના જોશમાં....!!

ઘડીને સ્થપાયો મૂર્તિ બની, તોય ના ઘડાયો.....

છીણી ને ટાંકણા થયા બુટ્ઠા તોય "હું"ના હણાયો...!!


અચાનક એક'દિ ફેંકાયો અસ્તિત્વની ગોદમાં......

ઉઘડી અંતર્દ્રષ્ટિ ઓશો પ્રવાહે પુરજોશમાં..........!!

હું જ છીણી ટાંકણું, હવે મારું હથોડા હોશમાં......

હું જ ફેંકુ ભરીને ટોપલા હવે મારા દોષના…......!!


"પરમ" પ્રતિમા પ્રગટી બની "પાગલ" પૂર્ણ માં....

માણું હું એકલો શૂન્યના ઉદગારો જયઘોષના….!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama