Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Abstract Romance

4  

Hemisha Shah

Abstract Romance

ગગનમાં

ગગનમાં

1 min
216


સપના વાવ્યા'તાં ઊડીને ક્યાંક 'ગગનમાં' 

સુગંધ એની ફેલાઈ હતી આજે 'ચમનમાં',


બેઠો હતો એકાંતે..મળ્યું એક શહેર 

યાદ એ આવશે જે હૃદયથી ગણાતું હશે 'સ્વજન'માં,


હતાં સામે ક્ષિતિજે ઢળતા રંગો 

પણ આજેતો આંજ્યા હતાં પ્રેમરંગ 'નયનમાં',


સમજના સમીકરણો ભણાવશે કોણ ?

પ્રેમ ત્યાંજ વરસે જ્યાં લાગણી હોય 'સંબંધમાં',

 

એમ તો કહીશ હું કેટલીયે વાતો 

બાકી હશે એ કહી દઈશ 'કવનમાં',


અશ્રુધાર હતી તું આખરી ક્ષણે 

મૃત્યુ પછી પણ 'કૈક' 'બાકી લઈ જઈશ 'વદનમાં',


જીવનાન્તે ફૂલોથી સ્પર્શ મળ્યો તારા હાથનો  

પછી ક્યાં ચેન મળ્યું મને 'કફનમાં' ?


બસ રાખજે તું...'ના વરસે આસું હવે'

નહિ તો હું પણ વરસીશ અનરાધારે 'ગગનમાં'.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract