ગધેડીની જાન આવી
ગધેડીની જાન આવી
આવી રે, ભાઈ ! આવી, ગધેડીની જાન આવી,
ગધા વરને લાવી, ગધેડીની જાન આવી,
હોંચી હોંચી શરણાઈના રેલાયા છે સૂર,
દીધું ગામ ગજાવી, ગધેડીની જાન આવી,
ઉકરડાએ આપ્યો પાવડર ઉછીનો,
મોઢે તેને લગાવી, ગધેડીની જાન આવી,
કૂતરાઓએ ડિસ્કો કર્યો, ભૂંડે ગાયાં ગીત,
ઘોડે પૂંછ પટાવી, ગધેડીની જાન આવી,
‘સાગર’ તો મનની વાત મનમાં બાફતો,
કલાએ વાત ચગાવી, ગધેડીની જાન આવી.
