ગૌરીવ્રત
ગૌરીવ્રત
નાની નાની દીકરીઓ,
ને હાથમાં પૂજાપો,
ચાલી સૌ મંદિરમાં,
ગોરમાનું પૂજન કરવા,
ગોરો, કાળો હોય જેવો,
તારા આશીર્વાદ મળે સૌને,
અખંડ હેવાતન મારું રહે,
બટવામાં ખાઉ ભરી,
નવા નવા વસ્ત્રો પહેરીને,
નવા નવા શણગાર સજીને,
હાથે મહેંદી લગાવી,
ચાલી આ પરીઓની હાર,
મા ગોરમાને રિઝવવા આવી તારે દ્વાર,
જાજેરી ભક્તિ તારી કરું,
લઈ ઓવારણાં, વારી જાઉં,
મંગલ ગૌરીવ્રત, મંગલ દિવસો પાંચ કહ્યાં,
તારી ભક્તિમાં અમે લીન રહ્યાં,
પાંચમે દિવસે અખંડ કર્યું જાગરણ,
જવારા નદીમાં વિસર્જન કર્યા,
આશ દીકરીઓની કરજો પૂરી, મા, માગે એટલું,
આ દીકરીઓનો વિશ્વાસ.
