એવું બને
એવું બને


સાથ તારો એકતારો વાગતો એવું બને
ભક્તિથી સંગાથ તારો લાગતો એવું બને,
વાલિયો લૂંટો કરી ખૂનો કરી ઋષિ થયો
તુજના શરણે રુદીયો જાગતો એવું બને,
માને પથરાઈ ઉજાશી સંત સત્સંગે ભલે
જાગતા ને ઊંઘતા છે માનવો એવું બને,
આજે સૂરજને ભલે સૌ પૂજતા લાગે અહીં
કાલ બીજો સૂર્ય આભા આપતો એવું બને,
છે પવનનું જોર વાદળ દોડતા આકાશમાં
ક્યાંક ખુદા શક્તિ આજે માપતો એવું બને.