એવી દિવાળી
એવી દિવાળી
આવશે એવી સુખદ દિવાળી,
કે જેને લોકો મનાવશે હળીમળી,
નાના મોટા સૌ ફોડશે ફટાકડાં,
જેની નહીં હોય કોઈ સમય મર્યાદા,
નિર્ભય થઈને ઘરની બહાર નીકળશે લોકો,
એકબીજાની ઘરે જવાનો ચૂકશે નહીં કોઈ મોકો,
સાડીને અનુરૂપ ઘરેણાં ને મેકઅપનો લેશે સથવારો,
જ્યારે સ્ત્રીઓના હોઠની લાલીને નહીં સ્પર્શી શકશે માસ્કનો કિનારો,
મુક્તપણે હરશે ફરશે બધા ગમે ત્યાં આખા દેશમાં,
એવી પણ દિવાળી આવશે જ્યારે પ્રધાનમંત્રી કહેશે નહીં કે રહો બધા તમારા ઘરમાં.
