એવાં નીકળે
એવાં નીકળે
મળે જો પ્રીત જીવનમાં, એનાં રંગ એટલાં ઘાટાં ઉતરે,
બનીને કફન, પોઢી જાય સંગ, એટલાં એ પાકાં નીકળે !
મળે જો દોસ્ત, મિત્રતાનાં સોદાં એટલાં સાચાં નીવડે,
શ્રી કૃષ્ણ ને સુદામા પણ, જોવા આ યુગમાં ફરી પાછાં નીકળે !
મળે જો દોલત જીવનમાં, અમીરીનાં સિક્કા એટલાં ખરાં નીકળે,
ફકીરો પણ, દુહાઈ દે અમીરીની, એવા બે ચાર કિસ્સા નીકળે !
મળે જો તરવા “ચાહત”ના દરિયામાં, લાગણીનાં મોજાં બે ચાર એવાં ઉછળે,
ડૂબીને પણ, તરી જવાય જીવનમાં, બસ પ્રેમનાં બે પળ, એવાં નીકળે !
