એમએસએમ આવી
એમએસએમ આવી
મોસમ આવી મોસમ આવી
શિયાળાની મોસમ આવી,
કંઈક લાવી કંઈક નવું લાવી
જીવનને રંગવા કઈક નવું લાવી,
સૌને ગમે સૌને મળે તેવું
સોનેરી અને સોહામણું લાવી,
મને ગમે તમને ગમે સૌને ગમે
સોના પાથરતી સવાર લાવી,
સૌને સમાન સૌને સ્વભાવ સાથે જોડવા
રંગોની રમઝટ લાવી,
મિતને સ્મિતમાં અને પ્રસંગને પામવા
કંઈક નવીનતા લાવી,
અંગોને સ્પર્શવા અને ઉમંગને ઓસરવા
પર્વને લાવી,
મનને એકાગ્ર કરવા અને મનને મઢાવવા
મૌનને લાવી,
જીવનને ખુશીઓથી ભરવા કંઈક મધુર વાત લાવી.
