એકથી દસ
એકથી દસ
એક પછી બે
પાટીને પેન દે
મા મારી
લાગે પ્યારી પ્યારી
ત્રણ પછી ચાર
ભણવું છે એ જ વિચાર
પિતા મારા
લાગે પ્યારા પ્યારા
પાંચ પછી છ
હું નથી ઢ
બેન મારી
લાગે પ્યારી પ્યારી
સાત પછી આંઠ
નીત ભણીએ પાઠ
ભઈલા મારા
વખાણ કરું તારા
નવ પછી દસ
કાલે મોટો થઈશ
પ્રભુ મારા
ચરણ પડું તારા
