STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Drama Children

3  

Vrajlal Sapovadia

Abstract Drama Children

એક

એક

1 min
45

ગુણો એકથી રકમ એની એજ રહે,

એક કરતાં બે ભલા, એક ઘા ને બે કટકા,

એકતાનું પ્રતીક, નાનામાં નાનો ઘન અંક,

એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું,


એક દી મહેમાન, બીજે દી મહી,

ત્રીજે દી રહે અક્કલ જાય, એક સાંધે ત્યાં તેર તૂટે,

એક ઘાએ કૂવો ન ખોદાય, એક હાથે તાળી ન પડે,

એક નકટો સૌને નકટાં કરે, એક નન્નો સો દુ:ખ હણે,


એક નૂર આદમી હજાર નૂર કપડાં,

એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં,

એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો,

એક કાંકરે બે પક્ષી મારવાં, એકનો બે ન થાય,


ધણીની નજર એક, ચોરની નજર ચાર,

એક મરણિયો સોને ભારી પડે, વેંત એકની જીભ,

એક ભવમાં બે ભવ કર્યા, ડાકણેય એક ઘર તો છોડે,

એક મ્યાનમાં બે તલવાર ન રહે, સો જોષી ને એક ડોશી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Abstract