એક રિકવેસ્ટ
એક રિકવેસ્ટ
કાહે કરે જોરાજોરી સૈં,
કે
વીત્યું વરસ સુખે-દુ:ખે રે...
શીખવી ગયું કંઈ કેટલુંય ભૈ,
વણમાંગ્યું ય મોકલી દીધું મોતને રે..
ઝૂંટવી સઘળું જો કેવો હસે ઈશ્વર રૈ રૈ,
વેરણછેરણ થૈ ગૈ જિંદગી મરવા કાજે રે..
કરમ જ જો હતાં સઘળા ખોટા જ અમ ફૈ,
સૂકુનભરી આશ પણ શાને દેખાડી સ્વપ્ને રે..
નિજ વ્યક્તિ જેની તેની આવી તુજ કને ભૈ,
લેજે કાળજી એની જે તેથી પડ્યાં જે વિખૂટા રે..
હવે તો કર મહેર, બૌ થ્યુ મોત કેરું ઝૂનૂન તૈં,
અવતરણ જ હવે સ્વીકાર્ય તવ કનેથી રે..!
