એક મૂરખને એવી ટેવ
એક મૂરખને એવી ટેવ
એક મૂરખને એવી ટેવ
મોબાઈલ દેખી મારે મેસેજ
કામ વગરની 'ઘોકાઘાણી'
અફવાઓની ફોડે ધાણી,
એક મૂરખને એવી ટેવ
રોજ સવારે ડીપી બદલે
ભલે પોતે કપડાં ય ના બદલે
પોતાનાં વિચાર ના બદલે,
એક મૂરખને એવી ટેવ
ઘડીયે ઘડીયે સ્ટેટસ મૂકે
નવાં નવાં સ્ટેટસ મૂકે
પોતાનું સ્ટેટસ બદલવાનું ચૂકે,
એક મૂરખને એવી ટેવ
ગમે એને વિશ કરે
સગી માને મીસ કરે
દશ વિસ માટે ફાંફા મારે,
એક મૂરખને એવી ટેવ
મોબાઈલ દેખી ભૂલે બધું
મોબાઈલને એ જીવન માને
એમ ને એમ જીવન પૂરું કરે,
એક મૂરખને એવી ટેવ
મોબાઈલને એ માને દેવ
આખો દહાડો એની ખેવ
રાતે એના સપનાં સેવ.