એક કીટાણું
એક કીટાણું
એક કીટાણુંની તાકાત તો જુઓ,
આખું વિશ્વ ધ્રુજયુ એના પ્રકોપે જુઓ.
ઓનલાઇન જ ખરીદીયે એવું કહેનાર,
નાની દુકાનમાંથી સામાન લેતાં થયાં.
સવારે ચા, કોફી જોડે ગરમ નાસ્તો કરનાર,
રાતની રોટલી, ભાખરી ખાતાં થયાં.
બ્રાન્ડેડ વસ્તુઓજ અમે વાપરીએ કહેનાર,
જે મળે એ ચીજવસ્તુઓ વાપરતાં થયાં.
જે કહેતાં હતાં મારી પાસે ફાલતુ વાતો માટે સમય નથી,
એ આજે નંબર શોધી શોધીને ફોન કરતાં થયાં.