એ ક્ષિતિજ પર
એ ક્ષિતિજ પર

1 min

93
દસે દિશાઓનો સંગમ થયો એ ક્ષિતિજ પર,
એ બંધાયેલા વાદળો છૂટાં પડ્યા એ ક્ષિતિજ પર,
ઢળતા સૂરજની સાથેની ગુલાબી સંધ્યા એ ક્ષિતિજ પર,
બંધનરૂપી વિચારોના વમળો ચાલુ થયા એ ક્ષિતિજ પર,
પંખીઓના ઘર ભણવાનું મિલન થયું એ ક્ષિતિજ પર,
ઠંડી લહેરના વાદળો છવાય ગયા એ ક્ષિતિજ પર,
શીતળતાની શોભાનો સંગમ થયો એ ક્ષિતિજ પર,
પ્રેમથી છલકાતા યુગલનું મિલન થયું એ ક્ષિતિજ પર.