STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Children

2  

Ramesh Patel (Aakashdeep)

Children

દરિયા દેવ

દરિયા દેવ

1 min
77

દરિયા દેવ…..રમેશ પટેલ(આકાશદીપ)

 

નાનાં  નાનાં  ભૂલકાઓનીએક  બનાવી  યાદી

જાનુખુશી સાથે આવ્યાં દોડીસલોની  ને આદી

રોહન  બોલે  પપ્પા અમારેજોવી  છે  રે   હોડી

સાગર  તટે  રેતી  પટેઆજ  કરશું  રે  ઉજાણી


 

આવો  ભૂલકાં  બેસી  જાઓઊપડે  આપણી ગાડી

આવી પહોંચ્યા દરિયા તટેથઈ ગયાં સૌ રાજીરાજી

ભોળાં  ભૂલકાંભોળી  આંખેભાળે  દૂર  દૂર  વારિ

કિનારે ઊભા છબછબ કરતાંકૂદાકૂદી  કરે મજાની


 

નાની નાની પવન ફરકડીઓલઈ આપી પપ્પાએ

સમીર  સપાટે  જોરથી ઘૂમે  ને  હૈયાં અમારાં ઝૂમે

ભીંની ભીંની રેતીમાંપગ દબાવી જાનુ બનાવે ઘર

નાના નાના રેત મહેલથી ,રચ્યું  રૂડું  ચરણ નગર


 

માછલી    ઘરની    મજા  માણીએઆવો   મારી   સાથે

નાની   મોટી  માછલીઓ   દીઠી,   રમતો   કરતી    સંગે

સલોની કહેમાછલીઓ તો એવી ભાગેજાણે ચઢી છે જંગે

હે ભગવાન!   પાણીમાં   બેસી   તું   સૌને કેવી રીતે રંગે?


 

રાતી પીળી લાલ ભૂરીમાછલીઓના મનગમતા છે રંગ

ખુશી કહેખુશી ખુશી  જોયા કરીએ  એવા  એમના  ઢંગ

રમતાં  રમતાં  રેતીમાંથી  આદીને  મળિયો  મોટો  શંખ

શંખ  વગાડી,  આદીના  ગાલના રાતા  થઈ  ગયા રંગ


 

સંધ્યા  કાળે  હોડીમાં   અમે,  દરિયે   ઘૂમવા   નીકળ્યા

અફાટ સાગરે પવન સપાટેમોજાં સંગે મનભરીને ડોલ્યા

શંખ  છીપલાં કોડા કોડીનીભરી રોહન  આદીએ  ઝોળી

હસતાં રમતાં મજા માણીઘેર આવી અમારી નાની ટોળી

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Children