STORYMIRROR

Vallari Achhodawala

Abstract Others

4  

Vallari Achhodawala

Abstract Others

દિવાળી સૂની લાગે

દિવાળી સૂની લાગે

1 min
248

આ વર્ષની દિવાળી મને લાગે કેમ સૂની,

કોને શોધે આંખલડી ઘડી ઘડી બની ભીની..આ વર્ષની,


મૂક બની, ચૂપચાપ ઘરમાં કરી મેં સાફસફાઈ,

પણ અચાનક જૂની ડાયરી મારા હાથમાં આવી ગઈ, 

દીકરા સાથે વીતાવેલ દિવાળી યાદ આવી ગઈ, ..આ વર્ષની,


ઘર સજાવવા રંગબેરંગી

તોરણો અને ફાનસ કાઢ્યાં,

ત્યાં તો એનાં જૂના નઞારાઓના ઢગલા નીચે પડ્યા, 

નગારાના અવાજમાં મારી લાગણી જો ને દબાવી.. આ વર્ષની,


મઠિયા, થાપડા, સુંવાળી ને ઘૂઘરા બનાવવા હું તો બેઠી,

વણતા, તળતા, હું તો બની ગઈ કેમ હરખઘેલી,

ખાનાર હવે તો ગયો પરદેશ વિચારી વળી હું તો દુભાઈ..આ વર્ષની,


ઉદાસીનાં ફટાકડા આજે ફૂટે છે દિલમાં,

ફૂલઝડીની જેમ કેમ યાદો ચમકે છે મનમાં,

ગમ છૂપાવી લક્ષ્મી પૂજન કરવા હું તો ચાલી..,આ વર્ષની,


નવું વરસ કે દિવાળી કંઈ પણ નહીં ગમે,

એકવાર બસ એને જોવાની ઝંખના મનમાં રમે,

નથી આવવાનો તનુજ મારો, એ તો દૂરદેશાવર ભણે..,આ વર્ષની,


ચાલ મન, તું નથી ફક્ત એકની માતા,

ભર્યો થેલો ફટાકડા ને મીઠાઈનો બની જગતમાતા,

દોડી અનાથાલયે હું ભૂલકાંઓને મળવા,


આ વર્ષની દિવાળી હવે, લાગે મને મીઠી,

અનેક બાળની માતા બની કેવી હું ખીલી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract