STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational Others

4  

Bharat Thacker

Abstract Inspirational Others

દિશા

દિશા

1 min
378

ક્ષુદ્ર બનવું છે કે મહાન ? આપણે જ કરવાનું નિર્ધાર છે

દિશા નક્કી કરવાનો કુદરતે આપ્યો સહુને અધિકાર છે,

 

સહુને સુખી અને સંપન્ન બનાવવું એ તો છે કુદરતી ક્રમ

‘યોગ્ય દિશા નિર્ધારણ’, જિંદગીને બનાવે સદાબહાર છે,

 

પ્રકૃતિ તો કરે છે હંમેશા પોતાના પનોતા પુત્ર ને મદદ 

સાચી દિશામાં આગળ વધીએ તો ખૂલે ભાગ્યના દ્વાર છે,

 

પતનના માર્ગે હંમેશા મળતા હોય છે નર્ક જેવા દુઃખો

પવિત્ર દિશા હંમેશા સ્વર્ગીય સુખની સૂત્રધાર છે,

 

યોગ્ય દિશાની પસંદગી કુદરતે આપી છે દરેકના પોતાના હાથમાં

સાચી દિશામાં આગળ વધતા, કુદરત કરે પોતાને પુરવાર છે,

 

આપણી દિશા નિર્ધારણ નક્કી કરતી હોય છે આપણી દશા

જિંદગીમાં યોગ્ય દિશા ઉપર ઘણો બધો દારોમદાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract